પ્રિય વાંચકો, ગુજરાત સરકારના કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal લોન્ચ કરેલ છે. એવી જ રીતે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો લાભ આપવા માટે Bankable Loan Registration નામનું Online Portal બહાર પાડેલ છે. શિક્ષિત બરોજગાર યુવાન અને યુવતીઓને સ્વરોજગાર પૂરી પાડવા માટે બહાર પાડેલ “Shri Vajpayee Bankable Yojana” વિશે વિગતવાર માહિતી મેળવીશું.
શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના ૨૦૨૨
કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી, ગાંધીનગર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. Vajpayee Bankable Yojana એ Loan Scheme છે. આ યોજના હેઠળ સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે. આ લોન પર Loan Subsidy પણ આપવામાં આવે છે. વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે Finance Department દ્વારા નવું પોર્ટલ લોન્ચ કરેલ છે.
શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજનાનો હેતુ
ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન / યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે. નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર vajpayee bankable yojana કાર્યરત કરેલ છે. VBY યોજના હેઠળ લાભાર્થીઓને દ્વારા ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન મળશે. અને આ પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે.
શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજનાની પાત્રતા
- ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત મેળવેલી હોવી જોઈએ.
- અરજી કરનાર લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ.
- લાભાર્થીને જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય, તેને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.
- લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે.
- અરજદાર પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે.
- લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે.
- આ યોજના હેઠળ અરજદારને vajpayee bankable yojana bank list જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે.
- Vajpayee bankable yojana Gujarat લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે.
- સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને Vajpayee bankable Loan Yojana નો લાભ મળવાપાત્ર થશે.
- અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના માટે જરૂર દસ્તાવેજો
- શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC)
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ચૂંટણીકાર્ડ
- લાભાર્થીનું આધારકાર્ડ (આધારકાર્ડ ડાઉનલોડ કરો)
- જન્મ નોંધણીનું પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાતની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)
- જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)
- 40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- અરજદાર દ્વારા મેળવેલ તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર.
- જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો VAT/TIN નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.
- નક્કી થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. ( ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ)
- વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું ઈલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક
શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના બેંક ધિરાણની મર્યાદા
કુટીર ઉદ્યોગ, ગાંધીનગર દ્વારા વિવિધ ક્ષેત્રો માટે લોનની મર્યાદા નક્કી કરેલ છે. આ ઉપરાંત Vajpayee Bankable Yojana Loan Amount નક્કી કરેલ છે.
ક્ષેત્ર (Service Sector) | લોનની મર્યાદા (Minimum Loan) |
ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) | 8 લાખની મહત્તમ મર્યાદા |
સેવા ક્ષેત્ર માટે (Service Sector) | 8 લાખની મહત્તમ મર્યાદા |
વેપાર ક્ષેત્ર માટે (Business Sector) | 8 લાખની મહત્તમ મર્યાદા |
શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના સબસીડી
ક્રમ | ક્ષેત્ર | સબસીડીની રકમની મર્યાદા (રૂપિયામાં) |
1 | ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) | 1,25,000/- (એક લાખ પચ્ચીસ હજાર) |
2 | સેવા ક્ષેત્ર માટે (Service Sector) | 1,00,000/- (એક લાખ) |
3 | વેપાર ક્ષેત્ર માટે (Business Sector) | શહેરી વિસ્તારમાં જનરલ કેટેગરી માટે કુલ રૂ. 60,000/- |
ગ્રામ્ય વિસ્તારના જનરલ કેટેગરી માટે કુલ રૂ. 60,000/- | ||
શહેરી/ગ્રામ્ય બન્નેમાં અનામત કેટેગરી માટે 80,000/- |
અન્ય માહિતી
શ્રી વાજપેયી બેંકેબલ યોજના અન્વયે વિવિધ ધંધા, રોજગાર, સેવા અને વ્યવસાયના પ્રોજેક્ટ નક્કી થયેલ છે. કુલ-17 પ્રકારના Project Profile માં 395 પ્રકારના પેટા ધંધા-વ્યવસાયની યાદીઓ આપેલી છે. જે નીચે મુજબ આપેલી છે.
ક્રમ | ક્ષેત્રનું નામ | સંખ્યા |
1 | એન્જીનિયરીંગ ઉદ્યોગ | 53 |
2 | કેમિકલ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગ | 42 |
3 | ટેક્ષટાઈલ ઉદ્યોગ | 32 |
4 | પેપર પ્રિન્ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ | 12 |
5 | ખેત પેદાશ આધારિત ઉદ્યોગ | 10 |
6 | પ્લાસ્ટિક ઉદ્યોગ | 22 |
7 | ખાદ્ય પદાર્થ ઉદ્યોગ | 18 |
8 | હસ્તકલા ઉદ્યોગ | 18 |
9 | જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ | 17 |
10 | ખનીજ આધારિત ઉદ્યોગ | 9 |
11 | ડેરી ઉદ્યોગ | 5 |
12 | ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ | 6 |
13 | ઈલેક્ટ્રીકલસ / ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ | 18 |
14 | ચર્મોદ્યોગ | 6 |
15 | અન્ય ઉદ્યોગ | 23 |
16 | સેવા પ્રકારના વ્યવસાય | 51 |
17 | વેપાર પ્રકારના ધંધાઓ | 53 |
395 |
મહત્વપૂર્ણ લીંક
સતાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
રજીસ્ટ્રેશન લીંક | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |