રાજ્યના સરકાર ખેડૂતોની ઉન્નતિ માટે અને ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. રાજ્યના Agriculture cooperation department દ્વારા ikhedut portal તૈયાર કરેલ છે. જેના માધ્યમ દ્વારા ખેતીવાડી યોજનાઓની માહિતી ખેડૂતોને સરળતાથી મળી રહે. આ ઉપરાંત ખેડૂતો વિવિધ સહાય યોજના જેવી કે ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓની માહિતી મેળવી શકે. ખેડૂતો પોતાના ખેત-પેદાશો તેમજ વિવિધ બજારભાવની જાણકારી પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા મેળવી શકે છે.
રાજ્યમાં સિમાંત ખેડૂતો તથા એકદમ ઓછી જમીન ધરાવતા હોય અને ગ્રામ વિસ્તારોમાં ખેતી વ્યવસાય સાથે હોય તેમને મળવાપાત્ર થશે. ખેતી સાથે જોડાયેલા ખેત મજૂરોને ખેતીમાં વધુ કઠિન પરિશ્રમ ન કરવો પડે અને તેમની ઉત્પાદક ક્ષમતામાં વધારો થાય તે માટે આ સાધન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેત શ્રમિકો, મજૂરો અને સીમાંત ખેડૂતોને રાહત દરે “સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ” આપવામાં આવશે.
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ મેળવવાની પાત્રતા:
- અરજદાર ખેડૂત હોવો જોઈએ.
- ખેડૂત લાભાર્થી આર્થિક રીતે નબળા,ઓબીસી, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ અને જનરલ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
- અરજદાર ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- i khedut smart tools આજીવન એક જ વાર લાભ મળશે.
- smart hand tool kit યોજનાનો લાભ માટે ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ સહાય:
ગુજરાત રાજ્યના ફક્ત સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને કુલ ખર્ચના 90% અથવા રૂપિયા 10,000 (દસ હજા) બે માંથી જે ઓછું હોય તે લાભાર્થીને મળવાપાત્ર થશે. અરજદાર ખેડૂતોઓએ અરજીમાં પસંદ કરેલા સાધનો અને તેની સંખ્યા મુજબ ખરીદી કરવાની રહેશે.
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ મેળવવાની શરતો:
- i-ખેડૂત – Gujarat State Portal ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- ફક્ત ખેતશ્રમિકો અને સીમાંત ખેડૂતોને મળવાપાત્ર થશે.
- આ સાધન સહાય મેળવવા માટે ખેડૂત અરજદારે પૂર્વમંજૂરી આપવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ લી, ગાંધીનગરના માન્ય વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
- ikhedut Gujarat દ્વારા માન્ય એબીસી અને એએસસી પાસેથી પણ ખેડૂત ખરીદી કરી શકે છે.
Important Dates : I khedut Toolkit Sahay Yojna Gujarat
Starting Date For Application | 21/02/2022 |
Last Date For Application | 21/03/2022 |
Important Link : Khedut Toolkit Sahay Yojna Gujarat
ફોર્મ ભરવા માટે | (ikhedut.gujarat.gov.in) |
Kay pan kam karisu